સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું

May 1, 2026 - 12:30
સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની કચેરીને મેનપાવર સપ્લાય કરવાના ટેન્ડરમાં પહેલીવારમાં જ ચાર ટેન્ડરરમાંથી એલ-૧ થનારને ટેન્ડરનું એલોટમેન્ટ ન કરીને રિટેન્ડર કરવામાં આવ્યું હતું. તેમ જ રિટેન્ડર કરતાં પહેલા પ્રીબિડ મિટિંગ કરીને પહેલીવારના ચારેય ટેન્ડરરના ભાવ જાહેર કરી દઈને બીજીવાર ટેન્ડર ભરનારાઓને સમગ્ર ટેન્ડરનો આગોતરો અંદાજ આપી દેવામાં આવ્યો હતો. પહેલીવારમાં ટેન્ડર ભરનારે  માહિ એન્ટર પ્રાઈસે પહેલી વારમાં પાંચ ટકાનો સર્વિસ ચાર્જ ભર્યો હતો. પરંતુ રિટેન્ડર થતાં માહિ એન્ટરપ્રાઈસ નામની કંપનીએ બીજીવારમાં ઝીરો સર્વિસ ચાર્જ લખીને એલ-૧ બનીને ટેન્ડર મેળવી લીધું હતું.સામાન્ય રીતે સર્વિસ ચાર્જ થકી જ ટેન્ડર ભરનારી કંપનીને નફો થતો હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0