સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતમાં ગણેશોત્સવ પહેલા આગમનનો ટ્રેન્ડ મોટાપાયે શરુ થયો છે જોકે, કેટલાક આયોજકોએ આગમન યાત્રામાં રાખેલી બેદરકારી ગણેશ ભક્તો માટે વિઘ્નકર્તા સાબિત થઈ રહી છે. સુરતના અડાજણમાં એક ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. ભૂતકાળમાં આ ગણેશ આયોજકોએ પણ બેદરકારી દાખવી હતી જેના કારણે લાઇટિંગ માટે મુકાયેલું ટાવર તૂટી પડ્યું હતું. પરંતુ રાજકીય પીઠબળના કારણે ગણેશ આયોજકો મોટી ભીડ ભેગી કરે છે પરંતુ સલામતીના નિયમોનો ઉલળીયો કરે છે તેથી લોકો માટે જોખમ ઊભું થયું છે.
સુરતમાં ગણેશોત્સવ પહેલા ભારે ઠાઠમાઠથી આગમન યાત્રા કાઢવામાં આવે છે અને આ આગમન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે.
What's Your Reaction?






