સીઆઇડી ક્રાઇમમાં SMCની ટીમના દરોડાના ખોટા મેસેજથી દોડધામ

Jun 6, 2025 - 02:30
સીઆઇડી ક્રાઇમમાં  SMCની ટીમના દરોડાના ખોટા મેસેજથી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ગાંધીનગરની ડીજીપી ઓફિસમાં આવેલી સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુરૂવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો મેસેજ વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. ત્યારે આ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે  આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીનો ભરાવો થઇ જતા ડીજીપીએ મોનીટરીંગ સેલના ડીઆઇજીની નિર્લિપ્ત રાયને  સુચના આપી હતી કે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને આ બાબતે કઇ રીતે ઝડપથી અરજીનો નિકાલ કરવો? તે અંગે એસએમસીના અનુભવી અધિકારીઓ દ્વારા કામગીરી શીખવવામાં આવે. જેથી  ચાલી રહેલી આ કામગીરીને કોઇએ દરોડો સમજીને સોશિયલ મિડીયામાં ખોટા સમાચાર વાયરલ કર્યા હતા. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી હતી.

ગાંધીનગર ડીજીપી ઓફિસની બિલ્ડીંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા તેમની ઓફિસની બિલ્ડીંગમાં આવેલી સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસમાં ગુરૂવારે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરીને અનેક અરજીઓ અંગે તપાસ બાદ એક પીએસઆઇ સિસોદિયાને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0