સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ

Jun 7, 2026 - 08:30
સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ તા.૮ જુલાઈથી શરુ થનારા  નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખીને અને શનિવાર તથા રવિવારની રજાઓના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખરીદી કરવા માટે ઉમટયા છે ત્યારે  શહેરના બૂક સેલર્સને પાઠય પુસ્તકોનું વિતરણ કરતી વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર્સ કો ેઓપરેટિવ સોસાયટીએ ગંભીર આક્ષેપો કર્યા છે.

સોસાયટીનું કહેવું છે કે,શિક્ષણ વિભાગે પરિપત્ર પાઠવીને મનાઈ ફરમાવી હોવા છતા શહેરની સંખ્યાબંધ ખાનગી સ્કૂલો પોતાને ત્યાંથી જ પુસ્તકો અને સ્ટેશનરીનું વેચારણ કરી રહી છે.કેટલીક સ્કૂલો તગડી રકમ લઈને માત્ર એક જ વેપારીને કોન્ટ્રાક્ટ આપી રહી છે તો પાઠય પુસ્તકો સિવાયના વધારે કિંમત ધરાવતા વધારાના પુસ્તકોનું પણ વેચાણ કરવામાં આવી રહ્યુ છે.આવા પુસ્તકો પણ માત્ર સ્કૂલ નક્કી કરે તે જ વેપારીની દુકાન પર ઉપલબ્ધ હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0