સરકાર ન માનતા હવે ખેડૂતો 'દ્વારકાધીશ'ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિમી લાંબી પદયાત્રા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

High Voltage Power Line Protest: વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે. ખેતરોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી જે બાદ હવે આગામી 26મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે. આ યાત્રા બે અલગ-અલગ રૂટ, કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, હળવદ પરથી શરૂ થશે. આ બંને યાત્રાઓ લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એકસાથે દ્વારકા પહોંચશે. આજે સોમવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

