શેત્રુંજી લાઈનમાં ભંગાણ, શહેરમાં આજે 30 ટકાથી વધુ વિસ્તારમાં કાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શેત્રુંજી ડેમ ભરાયો પરંતુ લાઈન તૂટતા શહેરમાં છતે પાણીએ પાણીના ધાંધિયા
- આજે તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, તરસમીયા ફિલ્ટર, વર્ધમાન ઇએસઆર, નિલમબાગ ફિલ્ટર વગેરે વિસ્તારમાં પાણી નહીં આવે
ભાવનગર : એક તરફ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાઈ જવાના આનંદ વચ્ચે ગત સોમવારે શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ પાણીની લાઈનમાં ભંગાણ થતાં આજે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થયુ ન હતુ, જયારે આવતીકાલે બુધવારે પણ ૩૦ ટકાથી વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે.
શહેરમાં હાલ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે ગત તા.૧૬ના રોજ મોડી રાત્રે શેત્રુંજી ડેમ સાઈટ ઉપરથી ભાવનગર તરફ આવતી ૧૨૦૦ એમએમ ડાયાની મેઈન રાઈઝીંગ લાઈનમાં મોટા પાયે ભંગાણ થયું છે.
What's Your Reaction?






