શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી, ને અસ્થિ નદીમાં વહાવ્યા

May 3, 2026 - 07:30
શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી, ને અસ્થિ નદીમાં વહાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કુતિયાણા નજીક સવા વર્ષ પહેલાની ઘટનાનો ભેદ  ખુલ્યો : સોનલ બીજની ઉજવણીમાં જવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલીમાં વેપારીએ પોતાના જ રસોઈયા કર્મચારીને મારી નાખીને ક્યાંક જતો રહ્યાની સ્ટોરી ઘડી

પોરબંદર, : કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સવા વર્ષ પહેલાં બનેલી એક ભયાનક ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. મઢડા ગામે સોનલ બીજની ઉજવણીમાં જવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલીમાં વેપારી શેઠે પોતાના જ રસોઈયા કર્મચારીની કરપીણ હત્યા કરી, તેની લાશને પોતાના જ ઘરના ફળિયામાં સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

ઉપલેટાના પાનેલી ગામે રહેતા 64 વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયાનો પુત્ર નરેન્દ્ર ઉર્ફે ભરત ચૌટા ગામે વેપારી માલદે દેવા નંદાણીયાની પાન-બીડીની દુકાને નોકરી કરતો હતો અને શેઠના ઘરે જ રહેતો હતો. જાન્યુઆરી 2025 ની શરૂઆતમાં નરેન્દ્ર અચાનક ગુમ થયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0