શાસ્ત્ર્રીનગર રી-ડેવલપમેન્ટ વિવાદમાં ભાડું બંધ કર્યાના આક્ષેપો ખોટા હોવાનો બિલ્ડરનો દાવો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઉસિંગ બોર્ડની એમ-5 શાસ્ત્ર્રીનગર રી-ડેવલપમેન્ટ સ્કીમમાં બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવાનું બંધ કરી દેવાયું હોવાના આક્ષેપ સાથે મકાનમાલિકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફ્સિે પહોંચી હોબાળો મચાવ્યો હતો તેમજ હાઉસિંગ કમિશનરને લેખિતમાં અરજી આપવામાં આવી હતી. જોકે, આ સમગ્ર વિવાદ અંગે બિલ્ડરે ભાડું બંધ કરવાના રહીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્યપૂર્ણ ન હોવાનું જણાવ્યું હતું અને તમામ આક્ષેપોને ફ્ગાવી દીધા હતાં.
બિલ્ડરે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મકાન સોંપણી કરનાર દરેક રહીશને યોજના હજુ શરૂ ન થઈ હોવા છતાં 20 માસથી વધુ સમયનું એડવાન્સ ભાડું ચૂકવવામાં આવ્યું છે. મળવાપાત્ર સમયગાળાની તુલનાએ ત્રણ માસનું વધારાનું એડવાન્સ ભાડું પણ ચૂકવાયું હોવાનો બિલ્ડરે દાવો કર્યો હતો. તેથી રહીશો દ્વારા કરવામાં આવેલા નિવેદનો તથ્યવિહોણા હોવાનું બિલ્ડરે જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

