'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Shakhti Cyclone: અરબ સાગરમાં 'શક્તિ' નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.
વાવાઝોડાની દિશા અને નબળું પડવાની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, 'શક્તિ' વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે અને તે રવિવારે (પાંચમી ઓક્ટોબર) ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે સોમવાર (છઠ્ઠી ઓક્ટોબર) સવારથી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.
What's Your Reaction?






