વિસાવદર અને કડીમાં જાતિગત સમીકરણનો ખેલ: કડી બેઠક ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat By Elections: ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, જેમાં કડી બેઠક અને વિસાવદર બેઠક માટે ચૂંટણી થવાની છે. આ બંને બેઠક પર ઉમેદવારોને લઈને કડી બેઠક બંને મુખ્ય પાર્ટીઓ માટે માથાનો દુ:ખાવો બની છે.
જાતિગત સમીકરણોને આધારે આપવામાં આવતી ગ્રામીણ વિસ્તારની ટિકિટોનું કોકડું કડી પેટા ચૂંટણીમાં વધુ ગૂંચવાયું છે. કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા.
What's Your Reaction?






