વિષાણુનો વિસ્તારઃ જામનગરમાં વધુ 10 : રાજકોટમાં વધુ 9 કેસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિશ્વમાં જૂલાઈ- 24 પછી કોરોનાની વધુ એક લહર શરૂ થઈ : દરેક વયજુથ અને વિસ્તારમાં નોંધાતા કેસો : જામનગરમાં 15 મેડીકલ સ્ટુડન્ટ સંક્રમિત, માસ્ક-ડિસ્ટન્સ જરૂરી બન્યા
રાજકોટ, : વિશ્વમાં ગત વર્ષે જૂલાઈ- 2024ના કોરોના કેસોમાં વધારો થયો અને આ મોજુ જાન્યુઆરી- 2025 સુધી ચાલ્યા બાદ ફેબુ્રઆરીથી અનેક દેશોમાં અને ગુજરાત સહિત દેશમાં મે માસથી કોરોનાની નવી લહર શરૂ થઈ છે જે ભારતમાં ઓમિક્રોન વેરિયેન્ટથી છે. સૌરાષ્ટ્રમાં પણ વિષાણુ વધુને વધુ લોકોને સંક્રમિત કરવા લાગ્યો છે અને હોટસ્પોટ બનેલા રાજકોટમાં આજે વધુ 9 અને જામનગરમાં 10 સહિત આ બે શહેરોમાં જ 19 કેસો નોંધાયા છે.
રાજકોટમાં આજે જલારામપ્લોટ-1 56 વર્ષના એક અને ગાર્ડન સિટીમાં 20 અને 46 વર્ષની બે મહિલાને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે જ્યારે સત્યસાંઈ રોડ પર 60 વર્ષ, બજરંગવાડીમાં 45 વર્ષના પુરૂષો તેમજ શીતલપાર્ક, મવડી, હાઉસીંગ સોસાયટી વોર્ડ નં. 18 અને જામનગર રોડ પર 15થી 35 વર્ષના 4 યુવાનો સહિત 9 કેસો નોંધાયા છે અને કૂલ કેસની સંખ્યા 86 પર પહોંચી છે.
What's Your Reaction?






