વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vapi News : વાપીના રેલવે ફ્લાય ઓવરના નિમાર્ણની કામગીરી મંથરગતિએ ચાલતી હોવા અંગે તથા શહેરના બિસ્માર માર્ગને લઇ વાપી શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું. સાંજે 4 કલાકે મનપા કચેરી સુધી રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે.
વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ આવાગમન કરવા માટે વર્ષો જુના રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નવા ફ્લાય ઓવર નિમાર્ણ કરવા રચના એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયા બાદ કામગીરી શરૂ કરી હતી પણ નિયત સમય મર્યાદા કામ પૂર્ણ નહી થતા વાપીવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. સાથે વરસાદને કારણે માર્ગો બિસ્માર બની ગયા હતા.
What's Your Reaction?






