વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

Jun 1, 2026 - 17:30
વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar BJP Corporator Son Arrested: મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમને એક મોટી સફળતા મળી છે. આ ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબહેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાને પોલીસે ચોટીલા નજીકથી દબોચી લીધો હતો. પોલીસની પકડથી બચવા માટે ભાગતા ફરતા આ શખસને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ચોટીલાની હોટલ નજીક વોચ ગોઠવીને દબોચાયો

રાજકોટ રેન્જની સ્પેશિયલ ટીમને માહિતી મળી હતી કે, વાંકાનેરના કરોડોના પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી હિતેશ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આસપાસ ફરી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0