વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તો ધોવાયો, 10થી વધુ ગામનો સંપર્ક તૂટયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
વસ્તડી પુલ તુટી ગયા બાદ બે વર્ષથી તંત્ર દ્વારા નવો ન બનાવતા દર ચોમાસામાં રસ્તો ધોવાતો હોવાની રાવ
સુરેન્દ્રનગર - વઢવાણ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે અમુક તાલુકાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા કાચો ડાયવર્ઝન રસ્તો વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે તેમાં ઉપવાસમાં અવિરતપણે વરસાદ પડતા વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તો ધોવાઈ ગયો છે. વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા વસ્તડી સહિત અંદાજે ૧૦થી વધુ ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ન છુટકે ૭ થી ૮ કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે.
What's Your Reaction?






