વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Hanuman Jayanti : ચૈત્ર સુદ પૂનમ, આજે હનુમાન જયંતી નિમિત્તે ગુરુવારે રોકડનાથ, ભીડભંજન હનુમાન જેવા પૌરાણિક મંદિરો સહિત શહેરના તમામ હનુમાનજી મંદિરોએ આજે સવારથી જ હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હોમાત્મક પાઠ, તથા રામનામની ધૂન સતત જારી રહી હતી. જ્યારે બીજી બાજુ શનિદેવ અને હનુમાન દાદાના ભક્તો વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે લાંબી લાઈનો લગાવીને પ્રત્યક્ષ દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
દેવાધિદેવ મહાદેવજીના 11મા રુદ્ર અવતાર અને શ્રીરામ ભક્ત હનુમાન દાદા નો આજે પ્રાગટ્ય ઉત્સવ વહેલી સવારથી જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શહેરના તમામ હનુમાનજી મંદિરોમાં આજે જપ તપ હનુમાન ચાલીસા સુંદરકાંડ હોમાત્મા કાવાન સાથે શ્રદ્ધાભેર દાદાના જન્મોત્સવની ઉજવણી વાતાવરણમાં શરૂ થઈ હતી. પૌરાણિક હનુમાનજી મંદિરો સહિત નાના-મોટા તમામ મંદિરો રોશની અને ફૂલોથી સુશોભિત થઈ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

