વડોદરામાં "લા પીનોઝ"ના પીઝામાં માખી અને વાળ નીકળ્યાનો વિડીયો વાયરલ
Vadodara Viral Video : વડોદરામાં કારેલીબાગ સ્થિત "લા પીનોઝ"ના પિઝામાં મરી ગયેલી માખી અને વાળ જણાઈ આવતા ગ્રાહકે સંચાલકનું ધ્યાન દોર્યું છતાં કોઈ યોગ્ય જવાબ નહીં મળતા તેઓએ વિડીયો વાયરલ કર્યો હતો.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના અવારનવાર બનાવો બનતા રહે છે. વિવિધ નામી અનામી રેસ્ટોરન્ટ, હોટલો અને ખાણીપીણીની લારીઓ પરથી મળતી વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી ક્યારેક ગરોળી, એકવાર વંદા, માખી સહિત ફુગવાળા ખાદ્ય પદાર્થ તથા વિવિધ મૃત જીવજંતુઓ નીકળતા હોવાના વિડિયો વાયરલ થાય છે. જેમાં વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ 'લા પીનોઝ'માં એક ગ્રાહકે પીઝાની ખરીદી કર્યા બાદ મૃત માખી અને વાળ નજરે આવ્યા છે. અને પીઝામાંથી માખી અને વાળ મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ અંગે ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી. પરંતુ સંચાલકે ઉડાઉ જવાબ આપી ગ્રાહકની ફરિયાદ ધ્યાન બેધ્યાન જાણ કરી હતી. પીઝા ખરીદનારે સંચાલકને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ મળ્યા હોવાના આક્ષેપો પણ વીડિયોમાં થયા છે. બનાવ અંગે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. આમ છતાં જો ફરિયાદ મળશે તો અમે ચોક્કસપણે કાર્યવાહી થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Viral Video : વડોદરામાં કારેલીબાગ સ્થિત "લા પીનોઝ"ના પિઝામાં મરી ગયેલી માખી અને વાળ જણાઈ આવતા ગ્રાહકે સંચાલકનું ધ્યાન દોર્યું છતાં કોઈ યોગ્ય જવાબ નહીં મળતા તેઓએ વિડીયો વાયરલ કર્યો હતો.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના અવારનવાર બનાવો બનતા રહે છે. વિવિધ નામી અનામી રેસ્ટોરન્ટ, હોટલો અને ખાણીપીણીની લારીઓ પરથી મળતી વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી ક્યારેક ગરોળી, એકવાર વંદા, માખી સહિત ફુગવાળા ખાદ્ય પદાર્થ તથા વિવિધ મૃત જીવજંતુઓ નીકળતા હોવાના વિડિયો વાયરલ થાય છે. જેમાં વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ 'લા પીનોઝ'માં એક ગ્રાહકે પીઝાની ખરીદી કર્યા બાદ મૃત માખી અને વાળ નજરે આવ્યા છે. અને પીઝામાંથી માખી અને વાળ મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ અંગે ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી. પરંતુ સંચાલકે ઉડાઉ જવાબ આપી ગ્રાહકની ફરિયાદ ધ્યાન બેધ્યાન જાણ કરી હતી. પીઝા ખરીદનારે સંચાલકને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ મળ્યા હોવાના આક્ષેપો પણ વીડિયોમાં થયા છે. બનાવ અંગે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. આમ છતાં જો ફરિયાદ મળશે તો અમે ચોક્કસપણે કાર્યવાહી થશે.