વડોદરામાં નવાપુરાના મકાનમાં ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ, માતા અને બે સંતાનો દાઝ્યા
Vadodara Gas Leakage : વડોદરાના નવાપુરા વિસ્તારમાં આજે બપોરે એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા માતા અને બે સંતાન દાઝ્યા હતા. નવાપુરા કુંભારવાડામાં આજે બપોરે બનેલા બનાવનું પ્રાથમિક કારણ એક બાળકે કરેલી હરકત અંગેનું હોવાનું જાણવા મળ્યું છે. કુંભારવાડાના મકાનમાં ભોંય તળિયે માટીના વાસણો રાખવામાં આવ્યા હતા તેમજ ઉપરના માળે પરિવાર રહેતું હતું. બપોરે બાર વાગ્યાના અરસામાં એકાએક મકાનમાં ગેસ લીકેજ તથા લાઇટર વડે ગેસ પ્રગટાવવા જતા ધડાકો થયો હતો. આ સાથે બારી-બારણાને નુકસાન થયું હતું. તેમજ આગનો ગોળો વછુટતા હર્ષાબેન માળી તે વખતે તેના બે સંતાનો દાજી ગયા હતા. બનાવને પગલે ફાયબ્રિગેડ દોડી આવી હતી અને ત્રણેય બીજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી. જ્યારે થોડી જ વારમાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Gas Leakage : વડોદરાના નવાપુરા વિસ્તારમાં આજે બપોરે એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા માતા અને બે સંતાન દાઝ્યા હતા.
નવાપુરા કુંભારવાડામાં આજે બપોરે બનેલા બનાવનું પ્રાથમિક કારણ એક બાળકે કરેલી હરકત અંગેનું હોવાનું જાણવા મળ્યું છે. કુંભારવાડાના મકાનમાં ભોંય તળિયે માટીના વાસણો રાખવામાં આવ્યા હતા તેમજ ઉપરના માળે પરિવાર રહેતું હતું.
બપોરે બાર વાગ્યાના અરસામાં એકાએક મકાનમાં ગેસ લીકેજ તથા લાઇટર વડે ગેસ પ્રગટાવવા જતા ધડાકો થયો હતો. આ સાથે બારી-બારણાને નુકસાન થયું હતું. તેમજ આગનો ગોળો વછુટતા હર્ષાબેન માળી તે વખતે તેના બે સંતાનો દાજી ગયા હતા. બનાવને પગલે ફાયબ્રિગેડ દોડી આવી હતી અને ત્રણેય બીજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી. જ્યારે થોડી જ વારમાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી.