વડોદરાના આઠ તાલુકામાંથી બે તાલુકાના પ્રમુખ નક્કી,બાકીનાની પેનલ તૈયારઃજિ.પં.માં હોદ્દા માટે દોડધામ

May 3, 2026 - 05:00
વડોદરાના આઠ તાલુકામાંથી બે તાલુકાના પ્રમુખ નક્કી,બાકીનાની પેનલ તૈયારઃજિ.પં.માં હોદ્દા માટે દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.જેમાં આઠ તાલુકામાંથી બે તાલુકા પંચાયતના પ્રમુખ અનામત બેઠકને કારણે નક્કી થઇ ગયા છે.

વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચારમાંથી ત્રણ નગર પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દાઓ માટે ભાજપના નિરીક્ષકોએ આજે જિલ્લા કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા કરી હતી.જેમાં આજે પહેલા દિવસે આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાના હોદ્દાઓ માટે સેન્સ લેવાયા હતા.

આ પૈકી ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ડભોઇની ઓબીસી મહિલા અનામત બેઠક પરથી વિજેતા બનેલા ભીખીબેન રબારી અને શિનોર તાલુકા પંચાયતમાં એસસી મહિલા અનામત બેઠક પર ચૂંટાયેલા હિનાબેન રોહિત સામે બીજા કોઇ ઉમેદવાર નહિ હોવાથી બંનેના નામ નક્કી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0