વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત

Feb 21, 2026 - 18:30
વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા શહેર નજીકના પાદરા પાસે આવેલા જાસપુર ગામમાં રહેતી સગીર કન્યા ઘરે કહયા વિના ફળિયામાં જતા મોટાભાઈએ આપેલા ઠપકાથી લાગી આવતા ઘાસચારો બાળવાની દવા પી લેતા ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતા સગીર કન્યાનું કરુણ મોત નીપજતા લાશ કોલ્ડ રૂમમાં મુકાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના પાદરા પાસે આવેલા દાજીપુરા ગામમાં રહેતા અરવિંદભાઈ ગોહિલની સગીર પુત્રી જાનવી ગઈ તા. 16મીએ બપોરે 12 વાગ્યાના સુમારે ઘરમાં કોઈને કહયા વિના ફળિયામાં અન્યના ઘરે બેસવા માટે ગઈ હતી. 

આ અંગે મોટાભાઈ કિશન કુમાર ગોહિલે બહેનને ઠપકો આપ્યો હતો જેથી મનમાં લાગી આવતા જાનવી (ઉ. 16)એ ઘાસચારો બાળવાની દવા ગટગટાવી લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0