વડોદરા કોર્પોરેશન અટલ બ્રિજ નીચેના ભાગમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરશે

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ નીચે 38 પિલરની વચ્ચેના ભાગમાં પે એન્ડ પાર્કનો વાર્ષિક ઈજારો આપવા અગાઉ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ઇજારદારે રસ દાખવ્યો ન હતો. હવે કોર્પોરેશન દ્વારા ફરી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે ટેન્ડર પણ મંગાવ્યા છે. જોકે આ વખતે ડિપોઝિટની રકમ અને પ્રતિ માસ મિનિમમ અપસેટ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર અટલ બ્રિજ બનાવ્યો છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પિલર વેચી દેવાયા છે અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા  ઈજારો 1 વર્ષ માટે જાહેર હરાજીથી આપવા નક્કી કર્યું છે. આ બ્રિજ નીચે 135 પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં રહેતી ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવા કોર્પોરેશને આયોજન કર્યું છે, પરંતુ ઇજારદાર રસ દાખવતા નથી. 38 પિલરની વચ્ચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર 12 થી 19 મનીષા ચોકડી, પિલર નંબર 32 થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60 થી 65 ચકલી સર્કલ, પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ અને પિલર નંબર 129 થી 135 ગેંડા સર્કલ ખાતે પિલર નીચે પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. જુદા-જુદા પિલર વિભાગ મુજબ ડિપોઝિટની જુદી-જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશન અટલ બ્રિજ નીચેના ભાગમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ નીચે 38 પિલરની વચ્ચેના ભાગમાં પે એન્ડ પાર્કનો વાર્ષિક ઈજારો આપવા અગાઉ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ઇજારદારે રસ દાખવ્યો ન હતો. હવે કોર્પોરેશન દ્વારા ફરી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે ટેન્ડર પણ મંગાવ્યા છે. જોકે આ વખતે ડિપોઝિટની રકમ અને પ્રતિ માસ મિનિમમ અપસેટ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર અટલ બ્રિજ બનાવ્યો છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પિલર વેચી દેવાયા છે અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા  ઈજારો 1 વર્ષ માટે જાહેર હરાજીથી આપવા નક્કી કર્યું છે. આ બ્રિજ નીચે 135 પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં રહેતી ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવા કોર્પોરેશને આયોજન કર્યું છે, પરંતુ ઇજારદાર રસ દાખવતા નથી. 38 પિલરની વચ્ચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર 12 થી 19 મનીષા ચોકડી, પિલર નંબર 32 થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60 થી 65 ચકલી સર્કલ, પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ અને પિલર નંબર 129 થી 135 ગેંડા સર્કલ ખાતે પિલર નીચે પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. જુદા-જુદા પિલર વિભાગ મુજબ ડિપોઝિટની જુદી-જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.