રેડ બ્રીક્સ ઇવેન્ટની સ્પોન્સરશીપને બાબતેે ઠપકો મળતા આત્મહત્યા કર્યાની આશંકા

અમદાવાદ,શુક્રવારઆઇઆઇએમ અમદાવાદમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અક્ષિત ભુખિયા નામના વિદ્યાર્થીની આત્મહત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસને મૃતકના મિત્રોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આઇઆઇએમ યોજાનારી રેડ બ્રીક્સ ઇવેન્ટની જવાબદારી અક્ષિત પર હતી અને તેને સ્પોન્સરશીપ લાવવાની કામગીરી સોંપાઇ હતી અને તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.જેના કારણે તે માનસિક દબાણમાં રહેતો હતો. જેના કારણે તેણે આત્મહત્યા કર્યાની આશંકા છે.  બીજી તરફ આ મામલે આઇઆઇએમના ડાયરેક્ટર તેમજ અન્ય સંચાલકોએ દ્વારા ભેદી રીતે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પણ મૌન રહેવા માટે સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આઇઆઇએમમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય અક્ષિત ભુખિયાની આત્મહત્યા મામલે તપાસ કરી રહેલા વસ્ત્રાપુર પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસે કેસની તપાસ માટે અક્ષિતના પાંચ થી છ જેટલા મિત્રો અને માતા પિતાના  નિવેદનો નોંધ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે આઇઆઇએમમાં આગામી દિવસોમાં યોજાનારી રેડ બ્રીક્સ નામની ઇવેન્ટની જવાબદારી અક્ષિત પર હતી. જેમાં તેને ઇવેન્ટ માટે સ્પોન્સરશીપ લાવવા પર પણ દબાણ કરવામાં આવતું હતું.તેને ઇવેન્ટ બાબતે ઠપકો અપાયો હતો. જેના કારણે તે ડીપ્રેશનમાં આવી ગયો હતો. આ તેણે આ સંદર્ભમાં તેના મિત્રો સાથે વાતચીત પણ કરી હતી. જેથી તેણે ઇવેન્ટની સ્પોન્સરશીપને લઇને માનસિક દબાણમાં આવીને આત્મહત્યા કરી હોવાની શક્યતાને આધારે પોલીસે સમગ્ર તપાસ આગળ વધારી છે.બીજી તરફ આ અંગે આઇઆઇએમના ડાયરેક્ટરનો ંસંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો. જો કે તેમણે કોઇ પ્રતિક્રિયા નહી આપીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીની  આત્મહત્યા જેવી ગંભીર બાબત સામે આવી હોવા છતાંય, આઇઆઇએમ દ્વારા કોઇ કમિટી તૈયાર કરવામાં નથી આવી અને કોઇ પગલાં પણ ભરવામાં આવ્યા નથી. જેથી મૃતક ઇવેન્ટની સ્પોન્સરશીપને લઇને માનસિક દબાણમાં હોવાની શક્યતા વધી જાય છે.

રેડ બ્રીક્સ ઇવેન્ટની સ્પોન્સરશીપને બાબતેે  ઠપકો મળતા આત્મહત્યા કર્યાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

આઇઆઇએમ અમદાવાદમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અક્ષિત ભુખિયા નામના વિદ્યાર્થીની આત્મહત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસને મૃતકના મિત્રોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આઇઆઇએમ યોજાનારી રેડ બ્રીક્સ ઇવેન્ટની જવાબદારી અક્ષિત પર હતી અને તેને સ્પોન્સરશીપ લાવવાની કામગીરી સોંપાઇ હતી અને તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.જેના કારણે તે માનસિક દબાણમાં રહેતો હતો. જેના કારણે તેણે આત્મહત્યા કર્યાની આશંકા છે.  બીજી તરફ આ મામલે આઇઆઇએમના ડાયરેક્ટર તેમજ અન્ય સંચાલકોએ દ્વારા ભેદી રીતે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પણ મૌન રહેવા માટે સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આઇઆઇએમમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય અક્ષિત ભુખિયાની આત્મહત્યા મામલે તપાસ કરી રહેલા વસ્ત્રાપુર પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસે કેસની તપાસ માટે અક્ષિતના પાંચ થી છ જેટલા મિત્રો અને માતા પિતાના  નિવેદનો નોંધ્યા હતા.

જેમાં જાણવા મળ્યું હતું કે આઇઆઇએમમાં આગામી દિવસોમાં યોજાનારી રેડ બ્રીક્સ નામની ઇવેન્ટની જવાબદારી અક્ષિત પર હતી. જેમાં તેને ઇવેન્ટ માટે સ્પોન્સરશીપ લાવવા પર પણ દબાણ કરવામાં આવતું હતું.તેને ઇવેન્ટ બાબતે ઠપકો અપાયો હતો. જેના કારણે તે ડીપ્રેશનમાં આવી ગયો હતો. આ તેણે આ સંદર્ભમાં તેના મિત્રો સાથે વાતચીત પણ કરી હતી. જેથી તેણે ઇવેન્ટની સ્પોન્સરશીપને લઇને માનસિક દબાણમાં આવીને આત્મહત્યા કરી હોવાની શક્યતાને આધારે પોલીસે સમગ્ર તપાસ આગળ વધારી છે.

બીજી તરફ આ અંગે આઇઆઇએમના ડાયરેક્ટરનો ંસંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો. જો કે તેમણે કોઇ પ્રતિક્રિયા નહી આપીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીની  આત્મહત્યા જેવી ગંભીર બાબત સામે આવી હોવા છતાંય, આઇઆઇએમ દ્વારા કોઇ કમિટી તૈયાર કરવામાં નથી આવી અને કોઇ પગલાં પણ ભરવામાં આવ્યા નથી. જેથી મૃતક ઇવેન્ટની સ્પોન્સરશીપને લઇને માનસિક દબાણમાં હોવાની શક્યતા વધી જાય છે.