રાણીપ ડી-માર્ટ પાસે BRTS બસે બાઈકને અડફેટે લેતા બે શ્રામિક યુવકોને ગંભીર ઇજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરીજનોમાટે હવે યમરાજની સવારી સમાન સાબિત થઈ રહેલી વધુ એક બીઆરટીએસ બસે રાણીપ પાસે અકસ્માત સર્જ્યો છે. ડી-માર્ટની સામેના બીઆરટીએસ કોરિડોરના કટમાંથી પસાર થઈ રહેલા એક બાઈકને પુરઝડપે આવેલી બસે જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્, અકસ્માત સર્જીને નાસી છૂટેલો બસચાલક સીધો ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. घटनाની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા થાનસિંગ ઉફે અર્જુન ચૌહાણ બપોરના સમયે તેમના મિત્ર પ્રકાશ અજનાર સાથે બાઈક લઈને રાણીપ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોતાનું કામ પતાવીને બાઈક પર કીટલી સર્કલ તરફ્ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાણીપ ડી-માર્ટની સામે આવેલા બીઆરટીએસ કોરિડોર પાસેના કટમાંથી રોડ ક્રોસ કરી સામેની સાઈડ જઈ રહ્યા હતા, તે જ સમયે આરટીઓ સર્ક્યુલર રૂટની પુરઝડપે ધસી આવેલી બીઆરટીએસ બસે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક બસની નીચે ઘૂસીને ફ્સાઈ ગયું હતું અને બંને મિત્રો રોડ પર ફ્ંગોળાયા હતા. અકસ્માત સર્જાતા જ મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ જતા બસચાલક વાહન મૂકીને ત્યાંથી ભાગીને ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન જઈને સરન્ડર થઈ ગયો હતો. ટ્રાફ્કિ પોલીસે બસચાલક શૈલેષ ડામોર સામે ગુનો નોંધી તેની કાયદેસર અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં ચાલકે બચાવ કર્યો હતો કે બાઈક ચાલક અચાનક જ કટમાંથી બસની સામે આવી ગયો હોવાથી બ્રેક મારવા છતાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અગાઉ પણ અકસ્માતો થતા હોવાથી ટ્રાફ્કિ પોલીસે આ જોખમી કટ કાયમી ધોરણે બંધ કરાવ્યો હતો, પરંતુ તે ફ્રી ખુલી જતાં આજે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

