રાજ્યમાં 8 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં મેઘો, જૂનાગઢના 6 ડેમ ભયજનક સપાટીએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ઝોનના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં સાંજે 8 વાગ્યા સુધીમાં 170 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ 5.31 ઈંચ વરસાદ માળીયા હાટીનામાં નોંધાયો છે. મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે.
8 વાગ્યા સુધીમાં 170 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં 8 વાગ્યા સુધી 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ,મહુવામાં 4.76 ઈંચ, વિસાવદરમાં 4.65 ઈંચ વરસાદ,ખેરગામમાં 4.25 ઈંચ, ચીખલીમાં 4.02 ઈંચ વરસાદ,તાલાલામાં 3.98, બારડોલીમાં 3.46 ઈંચ વરસાદ, કામરેજમાં 3.19 ઈંચ, કલ્યાણપુરમાં 3.19 ઈંચ વરસાદ, રાણાવાવમાં 3.15 ઈંચ, પારડીમાં 3.11 ઈંચ વરસાદ,ડોલવણમાં 2.87 ઈંચ, માંગરોળમાં 2.87 ઈંચ વરસાદ,સુરત સિટીમાં 2.76 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, જામ જોધપુરમાં 2.56 ઈંચ, નવસારીમાં 2.56 ઈંચ, કવાંટમાં 2.56 ઈંચ, કુતિયાણામાં 2.52 ઈંચ, કેશોદમાં 2.4 ઈંચ, ટંકારામાં 2.36 ઈંચ વરસાદ, રાજુલામાં 2.32 ઈંચ, મહેસાણામાં 2.24 ઈંચ નોંધાયો છે.
3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભરેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
What's Your Reaction?






