રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં આરોપીઓની 40 કિલો ચાંદી સાથે ધરપકડ

Feb 8, 2026 - 20:00
રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં આરોપીઓની 40 કિલો ચાંદી સાથે ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટમાં થયેલી 120 કિલો ચાંદીની ચોરી ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને 40 કિલો ચાંદીના જથ્થા સાથે બે આરોપી પ્રદીપ અને કમલેશને ઝડપી લીધા છે, જ્યારે એક મુખ્ય આરોપીને શોધવા સુરત અને વડોદરામાં ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ચોરાયેલો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપીને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગત 4 ફેબ્રુઆરીએ રાજકોટ ચંપક નગરમાં 120 થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટના સામે આવી  હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0