યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર

Mar 11, 2026 - 12:00
યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Iran and Israel War effect on Gujarat : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્ભવેલી ગેસની કટોકટીને પગલે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સ્થગિત કરી દેવામાં આવતા ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન (NRAI) અને ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાઈપલાઈન ધરાવતી મોટી રેસ્ટોરન્ટ્સ સુરક્ષિત છે, પરંતુ સિલિન્ડર પર નિર્ભર એવા 30% જેટલા નાના એકમો, ક્લાઉડ કિચન, લારી-ગલ્લા અને કેટરિંગ ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે અને મેનુના ભાવમાં પણ 10% જેવો વધારો થવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિમાં સંઘર્ષના માર્ગે નીકળવા અને સરકાર પાસે ગેસનું 'રાશનિંગ' કરીને પણ સપ્લાય ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી કોવિડ જેવી આર્થિક પાયમાલીથી બચી શકાય.

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કો ચેપ્ટર હેડ અમદાવાદના દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે ગેસની મોટી સમસ્યા સર્જાઈ છે અને રેસ્ટોરાં માટે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0