મુખ્યમંત્રીએ નવી મનપા માટે 208 કરોડ ફાળવ્યા, વિકાસ કાર્યોને મળશે વેગ

Feb 6, 2025 - 20:30
મુખ્યમંત્રીએ નવી મનપા માટે 208 કરોડ ફાળવ્યા, વિકાસ કાર્યોને મળશે વેગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

મુખ્યમંત્રીનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો સ્તુત્ય અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ.૪૫ કરોડ - મોરબી રૂ.૮૦ કરોડ નડિયાદને રૂ.૨૧.૯૦ કરોડ, વાપીને રૂ.૨૧.૫૦ કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ.૨૦-૨૦ કરોડ મળશે.

મુખ્યમંત્રીએ નવી મનપા માટે 208 કરોડ ફાળવ્યા

  • આણંદ મનપાને 45 કરોડ, મોરબીને 80 કરોડ મળશે
  • નડિયાદને 21.90 કરોડ, વાપીને 21.50 કરોડ મળશે
  • નવસારી, ગાંધીધામ મનપાને 20-20 કરોડ મળશે
  • અન્ય મનપા, નપાના વિકાસ કાર્યો માટે 502 કરોડ મંજૂર

સુરત-રાજકોટ-જામનગર-વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો-આંતરમાળખાકીય સુવિધાના કામો-ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0