માંડલના 3 પરીક્ષા કેન્દ્ર પર તૈયારીઓનો ધમધમાટ

Feb 21, 2026 - 05:30
માંડલના 3 પરીક્ષા કેન્દ્ર પર તૈયારીઓનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ તા.26મી ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં માંડલ અને તાલુકાના દાલોદ તથા ટ્રેન્ટ ગામે કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. તાલુકાની તમામ શાળાઓ દ્વારા ધો.10/12ના વિદ્યાર્થીઓની બોર્ડની વેબસાઈટ ઉપરથી હોલટિકીટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને ફાળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ત્રણેય બોર્ડ કેન્દ્રના નિરીક્ષકો અને ટીમ દ્વારા પરીક્ષા ખંડમાં સીટ નંબરો લખવા, સીસીટીવી કેમેરા ગોઠવવા, બ્લોક સુપરવાઈઝર્સ, પરીક્ષા મદદનીશ સહિતના સ્ટાફ અને કેન્દ્ર ઉપર પોલીસનો બંદોબસ્ત, આરોગ્યની ટીમ સહિત ગોઠવાશે અને તેનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે.

માંડલની શ્રી મહાત્મા ગાંધી શાળા બિલ્ડીંગમાં ધો.10ના કુલ 550 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, દ્વિમાળીય બિલ્ડીંગમાં 19 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે ધો.12(સામાન્ય પ્રવાહ)ના કુલ 473 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 17 બ્લોકનો ઉપયોગ કરાશે અને કેન્દ્ર ઉપર પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝર, પટ્ટાવાળા,મદદનીશ સહિત 30 વ્યક્તિનો સ્ટાફ કામગીરી કરશે અને શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાય અને કોઈ ગેરરીતિ ના થાય તેને લઈ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા પણ કેન્દ્ર ઉપર ઉભી કરવામાં આવી છે. આ વખતે માંડલની ઉમિયા મેઘમણી શાળાના બિલ્ડીંગને પેટા કેન્દ્ર તરીકે ઉપયોગ કરાશે. આ શાળામાં ધો.10માં 48 રીપીટર છાત્રો પરીક્ષા આપશ. માંડલ કેન્દ્રમાં આસપાસના આદરીયાણા, વડગામ, દસાડા, ફુલકી,વિંઝુવાડા, વિઠ્ઠલાપુર અને માંડલની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ સહિતના વાહનોની પણ વ્યવસ્થા કરાશે. તાલુકાના ટ્રેન્ટ ગામે પરીક્ષા કેન્દ્રમાં ધો.10ના 296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 11 બ્લોકનો ઉપયોગ કરાશે અને સુપરવાઈઝર સહિતની 18 વ્યક્તિઓની ટીમ જોડાશે. દાલોદ કેન્દ્રમાં પણ ધો.10ના વિદ્યાર્થીઓ માટે 11 બ્લોકનો ઉપયોગ કરાશે, અહીં 265 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તેમજ 11 સુપરવાઈઝર સહિતનો સ્ટાફ કેન્દ્ર ઉપર ફરજ બજાવશે. આમ તાલુકા મથક માંડલ કેન્દ્રની બહુમાળીય બિલ્ડીંગ હોવાથી ધો.12ના તાલુકાના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ નગરની શાળાઓ અને આસપાસના ગ્રામ્યની શાળાઓના ધો.10 ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે જ્યારે ગ્રામ્યના દાલોદ,ટ્રેન્ટ કેન્દ્રમાં ફક્ત ધો.10ના વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપશે. ત્રણેય કેન્દ્રમાં મળીને કુલ 1600થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાની કારકિર્દીનું ભાવિ ઘડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0