મનરેગા-નલ સે જલ કૌભાંડ: મંત્રી બચુ ખાબડના રાજીનામા સાથે SIT તપાસની કોંગ્રેસની માંગ

Jul 4, 2025 - 19:30
મનરેગા-નલ સે જલ કૌભાંડ: મંત્રી બચુ ખાબડના રાજીનામા સાથે SIT તપાસની કોંગ્રેસની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Manrega Nal Se Jal Scam: ગુજરાતમાં મનરેગા (MGNREGA) અને 'નલ સે જલ' (Har Ghar Jal) યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ કૌભાંડોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોની વિશેષ તપાસ સમિતિ (SIT) બનાવવાની, કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : અમરેલીના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહઃ પોલીસે હાથ ધરી તપાસ

ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે SITની રચના કરવા માંગ

કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને કરેલી અપીલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મનરેગા યોજનાના અનિયમિત ખર્ચ અને સંભવિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે રાજ્યસ્તરીય SITની રચના કરવી અનિવાર્ય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0