ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની 'પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની' ચીમકી

Nov 24, 2025 - 20:00
ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની 'પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની' ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધોળકા તાલુકાના વૌઠા ગામના રહેવાસી પાર્વતીબેન બાબુભાઈ પરમારે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકને તાત્કાલિક ધોરણે ભૂમાફિયાઓની ધરપકડ કરવા અરજી કરી છે. 

ધોળકા પોલીસ સ્ટેશનમાં પાર્વતીબેની માલિકીની જમીન પચાવી પાડનાર ઔબચુભાઈ પુનાભાઈ બોચીયા, ઔબાકુબેન બચુભાઈ બોચીયા (બચુભાઈના પત્ની), ઔશ્રવણભાઈ બચુભાઈ બોચીયા (બચુભાઈના દીકરા) રહે. ભેટાવાડા સામે 19/11/2025ના રોજ લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, તેમ છતાં આજ દિન સુધી તેમની ધરપકડ થઈ નથી. આ માથાભારે ભૂમાફિયાઓ ફરાર હોવાથી તેમને અને તેમના પરિવારને જાનનું જોખમ છે અને ગમે ત્યારે હુમલો થવાની ભીતિ છે. પાર્વતીબેને અરજીમાં જણાવ્યું છે કે આરોપીઓને તાત્કાલિક શોધીને ઝડપી પાડવામાં આવે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0