ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઝઘડિયા-રાજપીપળા માર્ગ ઉપર ચાલતા જતા વૃધ્ધને ટેન્કરે કચડી નાખ્યો હતો. જ્યારે ઝઘડિયાના ગોવાલી ગામ ખાતે બાઈક સ્લીપ થઈ જવાથી ચાલકનું મોત નીપજયું હતું.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે વિજયનગરમાં રહેતા 52 વર્ષીય અમલ હરિલાલ યાદવ ઝઘડિયાથી રાજપીપળા ચોકડી તરફ ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે નાળા પાસે બેફામ ઘસી આવેલ એક ટેન્કરે તેમને અડફેટે લેતા પૈડા માથા પર ફરી વળવાથી તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
What's Your Reaction?






