બોટાદમાં મોટી દુર્ઘટના: લાઠીદડ ગામે 9 લોકો સવાર ઈકો કાર પાણીમાં તણાતા 7 લોકોના મોત, 2નો બચાવ

Jun 19, 2025 - 04:00
બોટાદમાં મોટી દુર્ઘટના: લાઠીદડ ગામે 9 લોકો સવાર ઈકો કાર પાણીમાં તણાતા 7 લોકોના મોત, 2નો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Heavy Rain in Botad: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં જાણે કે આભ ફાટયું હોય તેમ સોમવાર અને મંગળવારે 6થી 19 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જિલ્લામાં સાર્વત્રિક પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે લાઠીદડ ગામે સોમવારે રાત્રિના સમયે આઠથી નવ વ્યક્તિ સવાર એક ઈકો કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં સરકારી તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથધરીને બે વ્યક્તિને બચાવી લીધા હતા. અન્ય ગુમ થયેલા લોકોની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0