બોગસ બિલિંગ કેસમાં GSTના દરોડા, પોરબંદર-જૂનાગઢમાંથી ચાર પેઢીઓ ઝડપાઈ

GST Raids : દેશભરમાં ચકચાર જગાવનારા બોગસ બિલિંગ કૌભાંડનું એપી સેન્ટર ભાવનગર રહ્યું છે. અનેક લગામ લગાવવા છતાં બોગસ બિલિંગની પ્રવૃત્તિ અટકી રહી નથી. હાલ બોગસ બીલિંગની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવી ગઈ હોવાના દાવાઓ વચ્ચે ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.સેન્ટ્રલ જીએસટી દ્વારા ઇમીટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલી જૂનાગઢ અને પોરબંદરની શંકાસ્પદ પેઢીઓ અને તેના મોરબીના ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA)ની ઓફીસ અને રહેઠાણના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કૌભાંડનો માસ્ટર માઇન્ડ CA નીકળ્યોઆ દરોડા દરમિયાન 4 પેઢીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોવાની વાત સામે આવી હતી. આ પેઢીઓ દ્વારા 9.41 કરોડનો ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ દાવો કર્યો હતો અને અત્યાર સુધીમાં 6.71 કરોડનું રિફંડ મેળવી લીધું હતું. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ CA હતો અને તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યારે આ પેઢીઓના 2 કાયદાકીય માલિકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે વ્યક્તિની તપાસ ચાલી રહી છે.અંદરખાને બોગસ બિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છેબોગસ બિલિંગની પ્રવૃત્તિઓ અટકે તે માટેના અનેક પ્રયાસો છતાં અંદરખાને બોગસ બિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. બોગસ બિલિંગની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવી ગઈ હોવાના દાવાઓ વચ્ચે ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કેટલાક નવા નોંધાયેલા અને ઇમીટેશન જ્વેલરીના ઉત્પાદન સાથે સંકળાયેલા કરદાતાઓ 'ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર' હેઠળ રિફંડ ભરતા હોવાનું વિભાગના ધ્યાને આવતા વિભાગ દ્વારા આ કરદાતાઓના ઘરે અને વ્યવસાયના સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ-પોરબંદરની પેઢીઓમાં દરોડાસેન્ટ્રલ જીએસટી દ્વારા કોટીલા ચંદ્રેશ જીલુભાઇના નામે જૂનાગઢમાં નોંધાયેલી મેસર્સ વીરજી એન્ટરપ્રાઈઝ, હિતેશ કુલીનભાઇ જેઠવાના નામે પોરબંદરમાં નોંધાયેલી મેસર્સ ત્રિશા એન્ટરપ્રાઇઝ, આનંદ સુરેશભાઈ પાણખાણીયાના નામે જૂનાગઢમાં નોંધાયેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને શેખ તોફીકના નામે પોરબંદરમાં નોંધાયેલી મીશરી એન્ટરપ્રાઈઝના વ્યવસાય અને રહેઠાણના સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આ પેઢીઓનું એકાઉન્ટ સંભાળતા મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણીના રહેણાંક અને ઓફિસે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : ગોંડલના નાના મહિકામાં બની કરુણ ઘટના, કૂવામાં પડી જતા બે બાળકોના મોતમાત્ર કાગળ પર આ પેઢી બનાવી હતીવિભાગની તપાસમાં આ પેઢીઓ જેના નામે નોંધાયેલી હતી તેમણે સ્વીકાર્યું હતું કે, માત્ર કાગળ પર આ પેઢી બનાવી હતી. ક્યારેય કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ કરી નથી. સેન્ટ્રલ જીએસટી દ્વારા આ પેઢીના માલિકોના ઘરમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં વિભાગને તેમના ઘરેથી વિવિધ ગુનાહિત દસ્તાવેજો જેવા કે, સિમ કાર્ડ, મોબાઈલ, જુદી-જુદી કંપનીઓના રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. આ ઉપરાંત તપાસ હેઠળ કરદાતા સિવાયની બિન-હયાત અને બિન-ઓપરેશનલ પેઢીઓના રબર સ્ટેમ્પ પણ વિભાગના હાથે લાગ્યા છે. તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણીના ઘરેથી પણ વિભાગે ડિજિટલ દસ્તાવેજો તથા રબ્બર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. અન્ય બે વ્યક્તિ સામે પણ તપાસ ચાલી રહી છેઆ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કંપનીઓ દ્વારા ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ કુલ રૂ. 9.41 કરોડની વેરાશાખાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં કંપનીઓએ 6.71 કરોડનું રિફન્ડ મેળવ્યું છે. આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણી હોવાનું જણાતા વિભાગે બુધવારે (14 ઓગસ્ટ) તેની ધરપકડ કરી હતી અને તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના ત્રણ દિવસ એટલે કે 17 તારીખ સુધી રિમાન્ડ મજૂર થયા હતા. આ સિવાય વીરજી એન્ટરપ્રાઈઝના કોટીલા ચંદ્રેશ જીલુભાઈ અને ત્રિશા એન્ટરપ્રાઈઝના હિતેશ કુલીનભાઈ જેઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે વ્યક્તિ સામે પણ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર CAના રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા કે નવા નામો ખૂલે તો નવાઈ નહિ. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

બોગસ બિલિંગ કેસમાં GSTના દરોડા, પોરબંદર-જૂનાગઢમાંથી ચાર પેઢીઓ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GST Raids : દેશભરમાં ચકચાર જગાવનારા બોગસ બિલિંગ કૌભાંડનું એપી સેન્ટર ભાવનગર રહ્યું છે. અનેક લગામ લગાવવા છતાં બોગસ બિલિંગની પ્રવૃત્તિ અટકી રહી નથી. હાલ બોગસ બીલિંગની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવી ગઈ હોવાના દાવાઓ વચ્ચે ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.સેન્ટ્રલ જીએસટી દ્વારા ઇમીટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલી જૂનાગઢ અને પોરબંદરની શંકાસ્પદ પેઢીઓ અને તેના મોરબીના ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA)ની ઓફીસ અને રહેઠાણના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

કૌભાંડનો માસ્ટર માઇન્ડ CA નીકળ્યો

આ દરોડા દરમિયાન 4 પેઢીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોવાની વાત સામે આવી હતી. આ પેઢીઓ દ્વારા 9.41 કરોડનો ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ દાવો કર્યો હતો અને અત્યાર સુધીમાં 6.71 કરોડનું રિફંડ મેળવી લીધું હતું. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ CA હતો અને તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યારે આ પેઢીઓના 2 કાયદાકીય માલિકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે વ્યક્તિની તપાસ ચાલી રહી છે.

અંદરખાને બોગસ બિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે

બોગસ બિલિંગની પ્રવૃત્તિઓ અટકે તે માટેના અનેક પ્રયાસો છતાં અંદરખાને બોગસ બિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. બોગસ બિલિંગની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવી ગઈ હોવાના દાવાઓ વચ્ચે ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કેટલાક નવા નોંધાયેલા અને ઇમીટેશન જ્વેલરીના ઉત્પાદન સાથે સંકળાયેલા કરદાતાઓ 'ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર' હેઠળ રિફંડ ભરતા હોવાનું વિભાગના ધ્યાને આવતા વિભાગ દ્વારા આ કરદાતાઓના ઘરે અને વ્યવસાયના સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. 

જૂનાગઢ-પોરબંદરની પેઢીઓમાં દરોડા

સેન્ટ્રલ જીએસટી દ્વારા કોટીલા ચંદ્રેશ જીલુભાઇના નામે જૂનાગઢમાં નોંધાયેલી મેસર્સ વીરજી એન્ટરપ્રાઈઝ, હિતેશ કુલીનભાઇ જેઠવાના નામે પોરબંદરમાં નોંધાયેલી મેસર્સ ત્રિશા એન્ટરપ્રાઇઝ, આનંદ સુરેશભાઈ પાણખાણીયાના નામે જૂનાગઢમાં નોંધાયેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને શેખ તોફીકના નામે પોરબંદરમાં નોંધાયેલી મીશરી એન્ટરપ્રાઈઝના વ્યવસાય અને રહેઠાણના સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આ પેઢીઓનું એકાઉન્ટ સંભાળતા મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણીના રહેણાંક અને ઓફિસે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : ગોંડલના નાના મહિકામાં બની કરુણ ઘટના, કૂવામાં પડી જતા બે બાળકોના મોત

માત્ર કાગળ પર આ પેઢી બનાવી હતી

વિભાગની તપાસમાં આ પેઢીઓ જેના નામે નોંધાયેલી હતી તેમણે સ્વીકાર્યું હતું કે, માત્ર કાગળ પર આ પેઢી બનાવી હતી. ક્યારેય કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ કરી નથી. સેન્ટ્રલ જીએસટી દ્વારા આ પેઢીના માલિકોના ઘરમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં વિભાગને તેમના ઘરેથી વિવિધ ગુનાહિત દસ્તાવેજો જેવા કે, સિમ કાર્ડ, મોબાઈલ, જુદી-જુદી કંપનીઓના રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. આ ઉપરાંત તપાસ હેઠળ કરદાતા સિવાયની બિન-હયાત અને બિન-ઓપરેશનલ પેઢીઓના રબર સ્ટેમ્પ પણ વિભાગના હાથે લાગ્યા છે. તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણીના ઘરેથી પણ વિભાગે ડિજિટલ દસ્તાવેજો તથા રબ્બર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. 

અન્ય બે વ્યક્તિ સામે પણ તપાસ ચાલી રહી છે

આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કંપનીઓ દ્વારા ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ કુલ રૂ. 9.41 કરોડની વેરાશાખાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં કંપનીઓએ 6.71 કરોડનું રિફન્ડ મેળવ્યું છે. આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સાદરાણી હોવાનું જણાતા વિભાગે બુધવારે (14 ઓગસ્ટ) તેની ધરપકડ કરી હતી અને તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના ત્રણ દિવસ એટલે કે 17 તારીખ સુધી રિમાન્ડ મજૂર થયા હતા. આ સિવાય વીરજી એન્ટરપ્રાઈઝના કોટીલા ચંદ્રેશ જીલુભાઈ અને ત્રિશા એન્ટરપ્રાઈઝના હિતેશ કુલીનભાઈ જેઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે વ્યક્તિ સામે પણ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર CAના રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા કે નવા નામો ખૂલે તો નવાઈ નહિ. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.