બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલ્વેએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી, ઉધના - મઉ અને ઉધના- છપરા વચ્ચે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી બાંદ્રા ટર્મિનસથી દર રવિવારે સવારે 10:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 4:30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ દર શનિવારે સવારે 11:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 27 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી ,વાપી, સુરત, ભરૂચ, વડોદરા ,સાબરમતી, મહેસાણા ,પાલનપુર ,લુણી સહિતના સ્ટેશનો ખાતે બંને દિશામાં રોકાશે.
What's Your Reaction?






