'બટેંગે તો કટેંગે' પર બાબા રામદેવ આકરા પાણીએ, જાણો શું કહ્યું

હાલમાં દેશમાં એક જ સ્લોગન પર તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે અને તે 'બટેંગે તો કટેંગે' સ્લોગન છે. ત્યારે ખેડા જિલ્લાના વડતાલ ધામ ખાતે હાલમાં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં આજે યોગ ગુરુ બાબા રામદેવે હાજરી આપી હતી.મીડિયા સાથેની વાતચીત દરમિયાન બાબા રામદેવે આપી પ્રતિક્રિયા શતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવે હાજરી આપી હતી અને જેમાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બાબા રામદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે તારીખ 7 નવેમ્બરથી લઈને 15મી નવેમ્બર દરમિયાન 30માં શતાબ્દી મહોત્સવનું આયોજન વડતાલ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીત કરતા બાબા રામદેવે 'બટેંગે તો કટેંગે' સ્લોગન પોતાની પ્રતિક્રિયા આપી હતી. 'બટેંગે તો કટેંગે' સ્લોગન પર સવાલ કરવામાં આવ્યો, ત્યારે બાબા રામદેવે 11 સેકન્ડનો વિરામ લઈને જવાબ આપ્યો હતો. ધર્મને ના માનતા લોકો માટે આ શબ્દ: બાબા રામદેવ બાબા રામદેવે જવાબ આપતા કહ્યું કે કુરાન અને ઈસ્લામના નામ પર કેટલાક લોકોએ કાફિર શબ્દની ખોટી વ્યાખ્યા ઉપજાવી છે. કુરાન અને ઈસ્લામમાં માનવા વાળા લોકોના કહ્યા મૂજબ ધર્મને ન માનતા લોકો માટે આ શબ્દ હોય છે. 'કાફીર કે નામ પર કાફીરો કો મારો' 'સિર તનસે જુદા' આવી વાતો સભ્ય સમાજની ન હોઈ શકે. તમામ સનાધની હિંદુ સંગઠિત રહે કે જેનાથી કોઈ ઘાત પ્રત્યાઘાત ન થઈ શકે.'એક રહેશો તો સુરક્ષિત રહેશો' CM યોગીએ ચેતવ્યા હતા થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે સ્થિતિ જોવા મળી, પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો અને હિંદુઓના ઘર પર હુમલા કરાયા અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ચારેબાજુ રોષની લાગણી પ્રસરી છે. આ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે. રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે લોકો એક થઈશું. તેમણે કહ્યું કે તમે બાંગ્લાદેશમાં જેવી ભૂલો થઈ તેવી ભૂલો અહીં ના થવી જોઈએ. 'બટેંગે તો કટેંગે' એક રહેશો તો સુરક્ષિત રહેશો તેવુ કહ્યું હતું. 

'બટેંગે તો કટેંગે' પર બાબા રામદેવ આકરા પાણીએ, જાણો શું કહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં દેશમાં એક જ સ્લોગન પર તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે અને તે 'બટેંગે તો કટેંગે' સ્લોગન છે. ત્યારે ખેડા જિલ્લાના વડતાલ ધામ ખાતે હાલમાં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં આજે યોગ ગુરુ બાબા રામદેવે હાજરી આપી હતી.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન બાબા રામદેવે આપી પ્રતિક્રિયા

શતાબ્દી મહોત્સવમાં બાબા રામદેવે હાજરી આપી હતી અને જેમાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બાબા રામદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે તારીખ 7 નવેમ્બરથી લઈને 15મી નવેમ્બર દરમિયાન 30માં શતાબ્દી મહોત્સવનું આયોજન વડતાલ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીત કરતા બાબા રામદેવે 'બટેંગે તો કટેંગે' સ્લોગન પોતાની પ્રતિક્રિયા આપી હતી. 'બટેંગે તો કટેંગે' સ્લોગન પર સવાલ કરવામાં આવ્યો, ત્યારે બાબા રામદેવે 11 સેકન્ડનો વિરામ લઈને જવાબ આપ્યો હતો.

ધર્મને ના માનતા લોકો માટે આ શબ્દ: બાબા રામદેવ

બાબા રામદેવે જવાબ આપતા કહ્યું કે કુરાન અને ઈસ્લામના નામ પર કેટલાક લોકોએ કાફિર શબ્દની ખોટી વ્યાખ્યા ઉપજાવી છે. કુરાન અને ઈસ્લામમાં માનવા વાળા લોકોના કહ્યા મૂજબ ધર્મને ન માનતા લોકો માટે આ શબ્દ હોય છે. 'કાફીર કે નામ પર કાફીરો કો મારો' 'સિર તનસે જુદા' આવી વાતો સભ્ય સમાજની ન હોઈ શકે. તમામ સનાધની હિંદુ સંગઠિત રહે કે જેનાથી કોઈ ઘાત પ્રત્યાઘાત ન થઈ શકે.

'એક રહેશો તો સુરક્ષિત રહેશો' CM યોગીએ ચેતવ્યા હતા

થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે સ્થિતિ જોવા મળી, પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો અને હિંદુઓના ઘર પર હુમલા કરાયા અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ચારેબાજુ રોષની લાગણી પ્રસરી છે. આ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે. રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે લોકો એક થઈશું. તેમણે કહ્યું કે તમે બાંગ્લાદેશમાં જેવી ભૂલો થઈ તેવી ભૂલો અહીં ના થવી જોઈએ. 'બટેંગે તો કટેંગે' એક રહેશો તો સુરક્ષિત રહેશો તેવુ કહ્યું હતું.