ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગનો નિર્ણય

Feb 20, 2026 - 20:00
ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Education Department: ગુજરાતના શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલી રહેલી અનુભવની ગણતરી અંગેની મુંઝવણનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં હવે 'અધ્યાપક સહાયક' તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.

તમામ સરકારી યુનિવર્સિટીઓને લાગુ પડશે આદેશ

શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર પાઠવી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેમાં સમાનતા જાળવવા માટે હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ કરવો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0