પારડીના રોહિણા ગામે પાંચ દિવસમાં બીજો દીપડો પકડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પારડી તાલુકાના રોહિણા ગામે દિપમાળ ફળિયામાં દીપડો લટાર મારતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરૂ ગોઠવી પાંચ દિવસ અગાઉ પકડી પાડયા બાદ આજે બુધવારે આજ ફળિયામાં આવેલી વાડીમાં બીજો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પારડી નજીકના રોહિણા ગામે છેલ્લા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા દીપમાળ ફળિયામાં અઠવાડીયા અગાઉ પાંજરૂ ગોઠવ્યું હતું. પાંચ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હજુ બીજો દીપડો દિપમાળ ફળિયામાં જ ફરતો હોવાની વાતને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે પારડી વન વિભાગને જાણ કરાયા બાદ અજીતભાઈ દેવાભાઈ પટેલની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

