પાટણમાં 9 જગ્યાએ ઈલેક્ટ્રિક હાઈમાસ લગાવાતા હવે વધુ અજવાળું પથરાશે

Mar 4, 2026 - 03:00
પાટણમાં 9 જગ્યાએ ઈલેક્ટ્રિક હાઈમાસ લગાવાતા હવે વધુ અજવાળું પથરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલીકા પ્રમુખે હાઈમાસની સ્વીચ ઓન કરી વિધીવત પ્રારંભ કર્યો

પાટણ શહેરમાં સ્ટેટ હાઇવે પર આવેલ ત્રણ રસ્તાઓ તેમજ ચોકડીઓ પર લાઈટોની વ્યવસ્થા ન હોવાથી અકસ્માત થવાની સંભાવનાને પગલે પાટણ નગરપાલિકા દ્વારા આર એન્ડ બી વિભાગને હાઈમાસ લગાવાવા અને તેની નિભાવણી તથા લાઇટબીલ નગરપાલિકા ભરેશે તેવી રજૂઆત કરતાં આખરે આર એન્ડ બી વિભાગે પાટણ શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં કુલ 9 જેટલા હાઈમાસ લગાવતાં પાલીકા પ્રમુખે હાઈમાસની સ્વીચ ઓન કરી મુર્હૂત કર્યું હતું.

શહેરમાં સ્ટેટ હાઇવે પર કેટલાક વિસ્તારોમાં લાઈટની સુવિધા ન હોવાથી અને વાહનો તથા રાહદારીઓનો ઘસારો હોવાથી રાત્રીના સમયે અકસ્માત થવાની સંભાવના હોવાથી નગરપાલિકા દ્વારા આર એન્ડ બી વિભાગ સમક્ષ હાઈમાસ લગાવવાની માંગ કરી હતી. જેને પગલે પાટણ શહેરમાં સુદામા ચોકડી સહિત પદ્મનાભ ચોકડી, લીલીવાડી, નવાગંજ સામે, સિદ્ધપુર ચોકડી, ટી.બી ત્રણ રસ્તા, ઊંઝા ત્રણ રસ્તા, સંખારી ચોકડી અને હાંસાપુર બસ સ્ટેશન પાસે ઈલેક્ટ્રીક હાઈમાસ લગાવવામાં આવતાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે હાઈમાસની સ્વીચ ઓન કરી મુર્હૂત કર્યું હતું. આ પ્રસંગે નગરસેવક જયેશભાઈ પટેલ, ગોવિંદભાઈ ભીલ, મગનભાઈ દેસાઈ, અજયભાઈ પરમાર અને પદ્માનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યસપાલ સ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0