નરોડા હિટ એન્ડ રન કેસ: ફરાર ડમ્પર ચાલકની ધરપકડ, મહિલા પોલીસકર્મી અને 108ના મહિલાકર્મીને મારી હતી ટક્કર

Aug 26, 2025 - 20:30
નરોડા હિટ એન્ડ રન કેસ: ફરાર ડમ્પર ચાલકની ધરપકડ, મહિલા પોલીસકર્મી અને 108ના મહિલાકર્મીને મારી હતી ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Naroda Hit Adn Run Case:  અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા-હંસપુરા રીંગરોડ નજીક સોમવારે રાત્રે થયેલા હિટ એન્ડ રનના કેસમાં આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારી સહિત બે મહિલાઓના મોત થયા હતા.

મૃતક મહિલાઓની ઓળખ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા વિરલબેન રબારી અને હંસપુરા 108 ઈમરજન્સી સેન્ટરના કર્મચારી હીરાલબેન રાજગોર તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર બંને મહિલાઓ ઈમરજન્સી સેન્ટર નજીક ઊભી હતી તે દરમિયાન એક ડમ્પર ટ્રકે તેમને ટક્કર મારી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0