નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા

Feb 19, 2026 - 06:30
નકલી પોલીસે હની  ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

ખોખરામાં રહેતા વેપારીને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવીને મહિલાએ મકાન વેચાણ લેવાના બહાને ન્યુ મણિનગરમાં તેના ઘરે બોલાવ્યા હતા જ્યાં બીજી મહિલાઓ પણ હાજર હતી આ સમયે પાંચ શખ્સોએ આવીને પોતે રામોલ પોલીસ સ્ટેશનથી આવતાં હોેવાનું કહીને  અહિયાં મહિલાઓ સાથે શું કરો છો કહીને હની ટ્રેપના ફસાવવાની વાત કરીને વેપારીને ડરાવીને માર મારીને રૃા. ૨૦ લાખની માંગણી કરીને ૨૦ હજાર પડાવ્યા હતા તેમ છતાં બીજા સાત લાખની માંગણી કરીને કારમાં વેપારી તેના ભાઇ પાસે લઇ ગયા હતા જ્યાં વેપારીના ભાઇએ પોલીસને જાણ કરતાં આરોપીએ ભાગવા જતાં વેપારીના સગાએ પકડી પાડતાં નકલી પોલીસનો ભાંડો ફૂટયો હતો. રામોલ પોલીસે ત્રણ મહિલા સહીત આઠ લોકો સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાઓ સાથે  શુ કરો છો કહી ખોટા કેસમાં ફસાવાનું કહી માર મારી રૃપિયા પડાવ્યા બાદ વધુ રૃપિયા માટે કારમાં લઇ ગયા વેપારીએ પોલીસ બોલવતાં ભાંડો ફૂટયો

ખોખરામાં રહેતા વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં રામોલમાં પાંચ  પુરુષો અને ત્રણ મહિલા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા ફેસબુક ઉપર મહિલા સાથે મિત્રતા થઇ હતી બાદમાં મેસેજ અને વિડિયો કોલથી વાત થઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0