નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક' પાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News : રાજ્યમાં ચાલતી નકલી ડોક્ટરોની હાટડીઓ બંધ કરાવવા તેમજ તબીબી સેવાની ગુણવત્તા જાળવવાના હેતુથી ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક 2026' સર્વાનુમતે પસાર કરાયું છે.
આ બિલ રજૂ કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, લાયકાત વગર પ્રેક્ટિસ કરતા લેભાગુ તત્ત્વો પર નિયંત્રણ લાવવા માટે આ કાયદો ખૂબ જ જરૂરી હતો. આ નવા સુધારા મુજબ હવે હોસ્પિટલો અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે, જેમાં સરકાર જરૂરિયાત મુજબ જાહેરનામા દ્વારા રજિસ્ટ્રેશનની મુદત નક્કી કરી શકશે. અત્યાર સુધી રાજ્યમાં હજારોની સંખ્યામાં પ્રોવિઝનલ અને કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, પરંતુ વહીવટી સરળતા માટે કાયદાની કલમ-9 અને 18માં ફેરફાર કરાયા છે, જેથી વારંવાર કાયદાકીય સુધારા ન કરવા પડે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

