દૂધવાળા મહોલ્લાના મકાનમાં સંતાડેલી દારૃની ૧૮૫ બોટલ કબજે

Feb 8, 2026 - 07:30
દૂધવાળા મહોલ્લાના મકાનમાં સંતાડેલી દારૃની ૧૮૫ બોટલ કબજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,દૂધવાળા મહોલ્લામાં ભાઇના ઘરે રહેતા આરોપીને પોલીસે દારૃની ૧૮૫ બોટલ સાથે ઝડપી પાડયો છે.

વાડી  પોલીસને માહિતી મળી હતી કે,દૂધવાળા મહોલ્લામાં ઝકરીયા મસ્જિદની પાછળ રહેતો નઇમ ઉર્ફે ગોટુએ વિદેશી દારૃનો જથ્થો તેના ભાઇ કાદરભાઇ માંકડવાલાના ઘરે સંતાડયો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નઇમ ઉર્ફે ગોટુ અસદભાઇ બીલાવાલા ( મૂળ રહે. ઝેનીથ અમીન સોસાયટી, સુપર બેકરી સામે, આજવારોડ) મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરે તપાસ કરતા દરવાજા પાછળ સંતાડેલી બે ટ્રાવેલ બેગ મળી આવી હતી. જેમાંથી પોલીસે દારૃની ૧૮૫ બોટલ કિંમત રૃપિયા ૪૬,૨૫૦ ની કબજે કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0