તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો

Sep 4, 2025 - 20:00
તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Junagadh News:  જૂનાગઢથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોતાં ચોંકી ઉઠ્યા હતા અને સોમવારે (1 સપ્ટેમ્બર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી, જ્યારે હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ગડદાપાટુ અને લાફા ઝીંકીને ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના અન્ય એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0