ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની રાવ : ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપ પર છેલ્લા 2 દિવસથી વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો
જૂનાગઢ, : મોંઘવારીના માર વચ્ચે જૂનાગઢ જિલ્લાના નાગરિકો અને જગતના તાત ગણાતા ખેડૂતો માટે વધુ એક મોટો આંચકો સામે આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી લોકોને પૂરતા પ્રમાણમાં ઈંધણ મળી રહ્યું નથી. જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાના અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપ પર છેલ્લા બે દિવસથી વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ખેડૂતોની લાચારીનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

