ટોપીવાળા ખાંચામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વડોદરા કોર્પોરેશનના મનાઈ હુકમની "ઐસી કી તૈસી": બાંધકામ ચાલુ રાખતા વિવાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદર શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલા ટોપીવાલાના ખાંચામાં એક મિલકતમાં લઘુમતી કોમના વ્યક્તિ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવતા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે બાંધકામ અટકાવવા મનાઈ હુકમ આપ્યો હોવા છતાં ગેરકાયદે બાંધકામ યથાવત ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે આસપાસના દુકાનદારોએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, વોર્ડ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી બાંધકામ થતું અટકાવવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વેપારીઓએ રજૂઆતમાં જણાવાયું છે કે, આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવાથી મિલકત સંબંધિત કોઈપણ હસ્તાંતરણ અને બાંધકામ માટે કાયદેસરની પ્રક્રિયા ફરજિયાત છે. અગાઉ “દયાળ પેટીસ” તરીકે ઓળખાતી આ મિલકતમાં લઘુમતી કોમની વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા માંગવા છતાં રજૂ કરવામાં આવતા નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

