જામનગરમાં રહીશોનો પાલિકા કચેરીએ 'ઘંટનાદ' સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News : જામનગરમાં નંદધામ સોસાયટીના રહીશોએ તેમના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને તેમાંથી ભાડું ઉઘરાવવાના મુદ્દે સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સોસાયટીના સભ્યોએ રેંકડી સાથે ઘંટનાદ કરતાં મહાનગરપાલિકાની કચેરી સુધી રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ
મળતી માહિતી મુજબ, જામનગરમાં પ્રણામી સ્કૂલ સામે આવેલા નંદધામ સોસાયટી રહીશોનો દાવો છે કે, 'સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કર્યા હોવાનું સામે આવ્યુ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ગેરકાયદેસર બાંધકામના ભાડાની રકમ પણ ઉઘરાવવામાં આવે છે.
What's Your Reaction?






