જામનગર શહેરમાં દીપડાની દહેશત, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ સનસીટી-2 નજીક દીપડો ફરતો દેખાયો હતો દીપડો આંટાફેરા કરતો સીસીટીવીમાં કેદ થયો જામનગર શહેરમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ સનસીટી-2 નજીક દીપડો ફરતો દેખાયો છે. ત્યારે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. વધુ એક વાર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો જામનગર શહેર નજીક વધુ એક વાર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરને અડીને આવેલા મોરકંડા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં દીપડો આંટાફેરા કરતો સીસીટીવીમાં કેદ થયો હતો. વાડીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે જ દીપડો ત્યાંથી પસાર થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે પાંજરુ ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. થોડા સમય અગાઉ રાજકોટમાં દીપડો દેખાયો હતો તાજેતરમાં રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો હતો. તેમજ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા હતા. 

જામનગર શહેરમાં દીપડાની દહેશત, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ
  • સનસીટી-2 નજીક દીપડો ફરતો દેખાયો હતો
  • દીપડો આંટાફેરા કરતો સીસીટીવીમાં કેદ થયો

જામનગર શહેરમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ સનસીટી-2 નજીક દીપડો ફરતો દેખાયો છે. ત્યારે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે.

વધુ એક વાર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો

જામનગર શહેર નજીક વધુ એક વાર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરને અડીને આવેલા મોરકંડા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં દીપડો આંટાફેરા કરતો સીસીટીવીમાં કેદ થયો હતો. વાડીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે જ દીપડો ત્યાંથી પસાર થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે પાંજરુ ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

થોડા સમય અગાઉ રાજકોટમાં દીપડો દેખાયો હતો

તાજેતરમાં રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો હતો. તેમજ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા હતા.