જામનગર: તંત્રની નિષ્ફળતાથી કંટાળી લોકોએ જાતે જ લાખાબાવડ-દરેડ રોડનું સમારકામ કર્યું

Sep 16, 2025 - 02:00
જામનગર: તંત્રની નિષ્ફળતાથી કંટાળી લોકોએ જાતે જ લાખાબાવડ-દરેડ રોડનું સમારકામ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News : જામનગર નજીક લાખાબાવડ અને દરેડ ગામને જોડતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતથી કંટાળેલા સ્થાનિક નાગરિકોએ તંત્રની લાપરવાહી સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે. અનેક રજૂઆતો છતાં માર્ગનું સમારકામ ન થતાં, લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરીને જાતે જ રોડ રીપેર કરવાનું બીડું ઝડપ્યું છે.

તંત્રની ઉપેક્ષા, પ્રજાનું શ્રમદાન

લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ એક કિલોમીટરના માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દૈનિક હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0