જળસંચય કામગીરી માટે સુરતને નંબર 1નો ખિતાબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પુરસ્કાર

દુનિયાના વિકસિત શહેરોની શ્રેણીમાં અગ્ર પંક્તિમાં સ્થાન મેળવનાર સુરત મહાનગર પાલિકા એક પછી એક અવિશ્વસનીય પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે. સ્વચ્છતા સહિત એર પોલ્યુશન મુદ્દે નોંધપાત્ર કામગીરીને પગલે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સુરત મહાનગર પાલિકાની યશકલગીમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે એવોર્ડ મળ્યો આજ રોજ નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે નેશનલ વોટર એવોર્ડમાં સુરતને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સહિત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને smcના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વોટર ટર્શરી ટ્રીટમેન્ટ સહિતની કામગીરીમાં નોંધપાત્ર દેખાવને કારણે સુરતને વધુ એક સિદ્ધિ સાંપડી છે. સુરત મહાનગર પાલિકાની સફાઈથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર અને શાસકો દ્વારા સફાઈથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જ આજે સમગ્ર દેશમાં સુરતની ગણના સૌથી વિકસિત શહેરોમાં થઈ રહી છે. હાલમાં જ સુરત મહાનગર પાલિકાને દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મળ્યો હતો અને ત્યારબાદ કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 131 શહેરને પાછળ રાખીને સુરત શહેરે પહેલો નંબર મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 200માંથી 194 ક્રમાંક મેળવીને સુરત શહેર પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું હતું. હવે આ જ દિશમાં એક ડગલું આગળ વધતાં સુરત મહાનગર પાલિકાએ નેશનલ વોટર એવોર્ડમાં પણ પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આજ રોજ નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ સહિત ઈનામની રકમ એનાયત કરવામાં આવી હતી. દેશના અન્ય શહેરો માટે ટર્શરી ટ્રીટમેન્ટ વોટર થકી આવક મેળવવામાં સુરત શહેર ઉદાહરણીય સાબિત થઈ રહ્યું છે.

જળસંચય કામગીરી માટે સુરતને નંબર 1નો ખિતાબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પુરસ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દુનિયાના વિકસિત શહેરોની શ્રેણીમાં અગ્ર પંક્તિમાં સ્થાન મેળવનાર સુરત મહાનગર પાલિકા એક પછી એક અવિશ્વસનીય પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે. સ્વચ્છતા સહિત એર પોલ્યુશન મુદ્દે નોંધપાત્ર કામગીરીને પગલે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સુરત મહાનગર પાલિકાની યશકલગીમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે એવોર્ડ મળ્યો

આજ રોજ નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે નેશનલ વોટર એવોર્ડમાં સુરતને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સહિત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને smcના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વોટર ટર્શરી ટ્રીટમેન્ટ સહિતની કામગીરીમાં નોંધપાત્ર દેખાવને કારણે સુરતને વધુ એક સિદ્ધિ સાંપડી છે.

સુરત મહાનગર પાલિકાની સફાઈથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી

રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર અને શાસકો દ્વારા સફાઈથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જ આજે સમગ્ર દેશમાં સુરતની ગણના સૌથી વિકસિત શહેરોમાં થઈ રહી છે. હાલમાં જ સુરત મહાનગર પાલિકાને દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મળ્યો હતો અને ત્યારબાદ કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 131 શહેરને પાછળ રાખીને સુરત શહેરે પહેલો નંબર મેળવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

200માંથી 194 ક્રમાંક મેળવીને સુરત શહેર પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું હતું. હવે આ જ દિશમાં એક ડગલું આગળ વધતાં સુરત મહાનગર પાલિકાએ નેશનલ વોટર એવોર્ડમાં પણ પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આજ રોજ નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ સહિત ઈનામની રકમ એનાયત કરવામાં આવી હતી. દેશના અન્ય શહેરો માટે ટર્શરી ટ્રીટમેન્ટ વોટર થકી આવક મેળવવામાં સુરત શહેર ઉદાહરણીય સાબિત થઈ રહ્યું છે.