છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!

Mar 9, 2026 - 22:30
છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur Auditorium: છોટા ઉદેપુર શહેરમાં વિકાસની મોટી વાતો વચ્ચે સરકારી નાણાંનો કેવો દુરૂપયોગ થઈ રહ્યો છે તેનું જીવંત ઉદાહરણ છોટા ઉદેપુર નગરપાલિકાનું નવનિર્મિત ઓડિટોરિયમ પૂરું પાડી રહ્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ ઓડિટોરિયમ છેલ્લા છ મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે, પરંતુ સત્તાધીશોની ઉદાસીનતાને કારણે તે હજુ સુધી જનતા માટે ખુલ્લું મુકાયું નથી.

કોન્ટ્રાક્ટરને નોટિસ છતાં વિલંબ

છોટા ઉદેપુર કલેક્ટર કચેરી તરફ જવાના મુખ્ય માર્ગ પર શિવ કન્ટ્રક્શન દ્વારા આ ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. કામગીરીમાં વિલંબ થવાને કારણે નગરપાલિકાએ અગાઉ કોન્ટ્રાક્ટરને બે વાર નોટિસ પણ ફટકારી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0