છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મોત

May 31, 2026 - 11:30
છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur Tragedy: ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે છોટાઉ દેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે નસવાડી પંથકમાં ફૂંકાયેલા જોરદાર વાવાઝોડા દરમિયાન આમરોલી ગામે એક વિશાળ તાડનું વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. કુદરતી આફતની આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ઘરમાં આશ્રય લેવા જાય તે પહેલાં જ કાળ આંબી ગયો

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના આમરોલી ગામે રહેતા આદિવાસી પરિવારના સભ્યો રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0